Trending News

દિલ્હી મેટ્રોમાં યુવકોએ મુસ્લિમને સીટ ન આપી, કહ્યું: પાકિસ્તાન જાઓ

April 25, 2017

નવી દિલ્હી: દિલ્હી મેટ્રોમાં કેટલાક યુવકો દ્વારા એક મુસ્લિમ વૃદ્ધને સીટ ન આપવાનો મામલો સામે આવ્યો છે. એટલું જ નહિ, આ યુવાનોએ સીટ આપવાની વિનંતીને ફગાવતા વૃદ્ધને કહ્યું કે સીટ જોઈએ તો પાકિસ્તાન જતા રહો. યુવાનોએ અપશબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા પ્રમાણે, મહિલા અધિકાર કાર્યકર્તા કવિતા કૃષ્ણને આ સમગ્ર અહેવાલ ફેસબુક પર પોસ્ટ કર્યો હતો. આ ઘટના દિલ્હી મેટ્રોની વાયોલેટ લાઇનની છે. જોકે, પોસ્ટમાં એમ નથી લખ્યું કે આ ઘટના ક્યારે બની હતી.

પોસ્ટ પ્રમાણે, એઆઈસીસીટીયૂના રાષ્ટ્રીય સચિવ સંતોષ રોયે મામલામાં હસ્તક્ષેપ કરતા વૃદ્ધ મુસ્લિમનું સર્મથન કર્યું હતું. જ્યારે રોયે યુવાનોને વૃદ્ધની માફી માંગવા કહ્યું તો તેઓએ રોયનો કોલર પકડી લીધો અને તેને પણ પાકિસ્તાન જવા કહી દીધું. ખાના બજાર સ્ટેશન પર સુરક્ષાકર્મી મેટ્રોમાં ચઢ્યા તો તેને મામલાની ફરિયાદ કરવામાં આવી હતી. એ પછી પંડારા રોડ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

પોસ્ટના જણાવ્યા પ્રમાણે કેટલાક દિવસો બાદ રોયે પોલિસ સ્ટેશન જઈને મામલાની જાણકારી લીધી તો ખબર પડી કે તે વૃદ્ધ મુસ્લિમે યુવાનો દ્વારા માફી માંગવા સંબંધી લેખિતમાં આપી પોતાની ફરિયાદ પાછી ખેંચી લીધી છે.

VIA : iamgujarat

Post your Business Listing on Gujaratis.org Absolutely FREE!